ઉમરપાડા: વર્તમાન સમયમાં દિવસેને દિવસે ગુજરાતની સ્થિતિ બગાડી રહેલા કોરોનાને કાબૂમાં કરવા માટે તંત્ર તમામ પ્રયાસો કરી રહ્યું છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકોમાં કોરોના વેક્શીનેશન કરવામાં આવી રહ્યું છે આમ  આ  જ પ્રયાસ સુરતના ઉમરપાડા તાલુકા આરોગ્ય કચેરી અને શ્રી એક્શન યુવા ગૃપ નવી વસાહતના યુવાનો ન દ્વારા કોવિડ વેક્સીન કેમ્પની એક સેવાકીય પહેલ કરવામાં આવી રહી છે.

પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

મળતી માહિતી મુજબ કોરોના વેક્શીન કેમ્પ તા. ૬ એપ્રિલના રોજ  સવારે ૦૯.૦૦ થી સાંજે ૦૩.૦૦ કલાકે સુધી પ્રાથમિક શાળા, ખૌટારામપુરા ઉમરપાડા ખાતે કરવામાં આવ્યું છે. ઉમરપાડાના એક્શન યુવા ગૃપ અને તાલુકાની આરોગ્યની ટીમ મળીને કોરોના મુક્ત સમાજ બનાવવા માટે પોતાનું યોગદાન આપવા કોરોના વેકશીન કેમ્પનુ આયોજન કર્યું છે. જેમાં 45 વર્ષથી ઉપરના સ્થાનિક નાગરીકો કોરોના રસી આપવામાં આવશે. આ કેમ્પમાં વેક્શીન લેવા માંગતા વ્યક્તિએ ફોન પર પ્રી રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. જેના માટે પુરાવા તરીકે ઓરીજીનલ આધાર કાર્ડ લાવવો આવશ્યક રહશે.

આ કોરોના વેક્શીન કેમ્પના આયોજકોમાં ઉમરપાડા તાલુકાના આરોગ્ય ટીમના સભ્યો અને એક્શન યુવા ગૃપના સભ્યો વિજય વસાવા, ડો.યુ.બી.વાધ, કેવિનભાઈ સુરત, મુકેશભાઇ વસાવા, દિનેશભાઇ વસાવા, પ્રકાશભાઇ વસાવા, ભુપેન્દ્રભાઈ વસાવા દ્વારા સ્થાનિક સમાજના લોકોને વેક્શીન લેવા માટે સહભાગી બનવા અપીલ કરી રહ્યા છે.