ડાંગ: ગુજરાતના બધા જ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ દિવસે-દિવસે મોટા પ્રમાણમાં વધી રહ્યો છે અને આમાં આદિવાસી વસ્તી ધરવતો ડાંગ જીલ્લો પણ બાકાત રહ્યો નથી આ જિલ્લામાં આજની તારીખે ખુબ જ કેસોની સંખ્યા સામે આવી રહી છે આ સંદર્ભે જ આજ રોજ ડાંગ જિલ્લામાં ત્રણેય તાલુકામાં RT-PCR ટેસ્ટીંગ વાન ચાલુ કરવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આપ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર નોંધવામાં આવેલા લખાણ પ્રમાણે જોઈએ તો ડાંગ જિલ્લામાં વધતા જતા કોરોના કેસોને ધ્યાનમાં લઇ ડાંગ જિલ્લાના આદિવાસી લોકો માટે સુબીર,વઘઈ,આહવા એમ ત્રણેય તાલુકામાં જાહેરમાં RT-PCR ટેસ્ટીંગ વાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે એવી માંગ છે.

આ આવેદનપત્ર ડાંગના ત્રણેય મામલતદાર ઉપરાંત મુખ્યમંત્રી વિજય રુપાણી આરોગ્ય મંત્રી નીતિન પટેલને પણ મોકલવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણ કાબુમાં રહે અને લોકોમાં ભયનું વાતાવરણ દુર થાય એ છે.