ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઘુઘલી ઘાટમાં ૧૨:૩૦ વાગ્યાની અરસામાં ઇકો અને ક્વિડ ફોર વ્હીકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો પરંતુ રાહત વાત એ બની કે ફોર વ્હીકલને સામાન્ય નુકશાન સિવાય કોઈ જાનહાની થવા પામી ન હતી.

DECISION NEWSની ટીમે ઘટના સ્થળ પર લીધેલી મુલાકાતમાં જાણવા મળ્યું કે લગભગ ૧૨:૩૦ વાગ્યાની આસપાસ ડાંગની GJ-30-A-5036 નંબરની ક્વિડ ફોર વ્હીકલનું ચાલુ ડ્રાઈવિંગ દરમિયાન અચાનક ટાયર પંચર થતાં વાહન ચાલકને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે સામે થી આવતી GJ-21-BC-4136 નબરની ઇકો સ્કુલવાન સાથે અકસ્માત થયો હતો જેમાં બંને ફોર વ્હીકલને આગલા ભાગમાં નુકશાન થયું હતું પણ કોઈપણ પ્રકારની જાનહાની સર્જાય નહિ.

ઘટના સ્થળ પર મોજુદ લોકોનું કહેવું હતું કે આ અકસ્માત અજાણ્યામાં થયો છે આમાં કોઈની ભૂલ હોય એવું લાગતું નથી અચાનક ટાયર થવાના કારણે આ અકસ્માતની ઘટના બનવા પામી છે.