આજે બંધારણનાં નિર્માતા અને ભારત રત્ન બાબા સાહેબ બી.આર.આંબેડકરની જન્મજયંતિ દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. બાબા સાહેબનો સમાજનાં વંચિત વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવાનો તેમનો સંઘર્ષ દરેક પેઢી માટે એક મિશાલ બની ચુકી છે આજે પણ તેમના વિચારો અને આદર્શો ભારતનાં લાખો યુવાઓની તાકાત બની તેમને અન્યાય સામે ઝઝૂમવાની હિંમત પુરી પડી રહ્યા છે.

ભારતીય બંધારણનાં મુખ્ય નિર્માતા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરે સમગ્ર જીવન એક સમાન યોગ્ય સમાજ બને એ માટે સંઘર્ષ કરી ખર્ચી નાખ્યું. ખરેખર વર્તમાન સમયમાં દરેક લોકોએ તેમના વિચારોમાંથી પ્રેરણા લઇ પોતના જીવનમાં આચરણ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો આપણે સાર્થકતા તરફ નિસંકોચ ગતિ મળી શકીએ છીએ.

ડૉ આંબેડકર વિષે વાત કરવામાં આવે તો તેમનું બાળપણનું નામ ભીમરાવ રામજી સકપાલ હતું, જે તેમના પિતા દ્વારા શાળામાં નોંધવામાં આવ્યું હતું. આંબેડકર હિન્દુ મહાર જ્ઞાતિનાં હતા જેને અસ્પૃશ્ય કહેવાતા હતા અને તેમની સાથે સામાજિક અને આર્થિક રીતે ઉંડો ભેદભાવ રાખવામાં આવતો હતો. તેમણે બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. ડૉ આંબેડકર તેમને લંડન યુનિવર્સિટી દ્વારા ‘ડોક્ટર ઓફ સાયન્સ’ થી પુરસ્કારિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બંધારણનાં નિર્માતા આંબેડકરને મરણોપરાંત 31 માર્ચ, 1990 નાં રોજ સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન પણ આપવામાં આવ્યો હતો .