કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની 130મી જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી છે જેમાં એમના વિચારો અને આદર્શોને યાદ કરી પોતાના જીવનમાં પ્રત્યારોપણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

કપરાડા તાલુકામાં સ્થાનિક લોકો દ્વારા દર વર્ષે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની મોટી સંખ્યામાં હાજર રહીને ઉજવણી કરતા હોય છે પરંતુ આ વર્ષે વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોના મહામારીના કારણે આ જન્મજયંતીની ઉજવણી અલગ રીતે એટલે કે સરકારે જાહેર કરેલી કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે કરવામાં આવી હતી

આ ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીના કાર્યક્રમનું આયોજન કપરાડાના સામાજિક સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક આગેવાનો જ્યેન્દ્ર ગાવીત, ધવલ્યા ભાઈ, રાજેશ રાઉત અને લોકલ યુવાનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here