વાંસદા: વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે નવી તૈયાર થયેલ હોસ્પીટલમાં કોવીના 70 બેડ તૈયાર કરવાની કાર્યવાહી પુર જોશમાં કરવામાં આવી રહી છે. વાંસદા કોટેજ હોસ્પિટલને બારડોલી દિવાળીબા ટ્રસ્ટ દ્વારા બીજા નવા ઓક્સીજન મશીન તારીખ ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઇ ગાંવિત જિલ્લા પંચાયત સભ્ય શિવેન્દ્રસિંહ સોલંકી ભાજપ ઉપ પ્રમુખ વિરલભાઈ વ્યાસ ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રસિંહ, કમલેશભાઈ, મોહનભાઈ, સંજય બિરારી રાજુભાઈ મોહિતે ચિરાગ કંદોડીયા વગેરેએ હાજર રહી કોટેજ હોસ્પિટલના આર.એમ. ઓ ડો સિંઘને દર્દીની સુવિધા માટે આપવામાં આવ્યા હતા

મળેલી વિગત અનુસાર ઓક્સિજન મશીન મેળવવામાં મૂળ વાંસદાના પ્રકાશભાઈ નાયકનો મોટો હાથ હોવાનું જાણવા મળે છે. જેઓ હાલમાં અમેરિકામાં છે તેમના પ્રયત્નો દ્વારા ઓક્સિજન મશીન મળ્યા છે તેમનો પણ આ પ્રસંગે ખુબ આભાર માનવામાં આવ્યો હતો.