પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

દેશમાં એક દિવસમાં કોરોનાના 3 લાખ નવા દર્દીઓ સામે આવ્યા છે, તો આ સમયગાળામાં 2 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં રાતોરાત કેસ વધવા પાછળ અત્યાર સુધી ડબલ મ્યૂટેશનવાળા વેરિએન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે એક નવા પડકારએ બારણે ટકોરા આપી રહ્યો છે અને તે છે કોરોના વાયરસનો ત્રિપલ મ્યૂટેશન. ત્રિપલ મ્યૂટેશન એટલે કે કોરોનાના ત્રણ જુદા જુદા સ્ટ્રેન મળીને એક નવો વેરિએન્ટ બનવો. દેશના કેટલાક ભાગમાં કોરોનાના આ ટ્રિપલ મ્યૂટેશન વેરિએન્ટ રીપોર્ટ મળ્યા છે.

ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, દિલ્હી અને બંગાળમાં આ ત્રિપલ મ્યૂટેન્ટ વાયરસ હોવાનું જાણવા મળ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે તો દુનિયાભરમાં કોરોનાના ઝડપભેર નવા કેસ વધવા પાછળનું કારણ તેનો નવો વેરિએન્ટ જ છે. વાયરસ જેટલો ફેલાય છે, તે પોતાની અનેક કોપી બનાવે છે અને તેમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. ભારતમાં પહેલા ડબલ મ્યૂટેશનવાળો વેરિએન્ટ મળ્યો હતો. હવે મળેલા ત્રિપલ મ્યૂટેશન વેરિએન્ટમાં કોરોનાના ત્રણ સ્ટ્રેન મળી ગયા છે.