પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાતમાં ઠેર ઠેર કોરોના કેસમાં દિવસે-દિવસે મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજની કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી કે હવેથી રાજ્યમાં ફરતા વાહન ચાલકો પાસેથી પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય RTO નો દંડ વસુલવામાં નહી આવે.

મળતી માહિતી અનુસાર આ બેઠકમાં કેટલાક મંત્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, માસ્ક સિવાય વસુલતો દંડ ટુ વહીલર માં 3 થી 4 હજાર અને ફોર વહીલર માં 8 થી 10 હજાર નો દંડ વસુલવામાં આવે છે. વેહિકલ ડિટેઇન કરાય તો છોડાવવામાં 1 અઠવાડિયા જેટલો સમય થઇ જતા અને વાહન ડિટેઇન થતા કોરોનામાં લોકોને હોસ્પિટલ જવા આવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ બાબતે મુખ્યમંત્રી એ વાહન વ્યવહાર મંત્રી ફળદુને અને ગૃહ રાજયમંત્રી પ્રદીપ સિંહને આ અંગે સુચના આપી અને જણાવ્યું હતું કે, હાલ પૂરતો માત્ર માસ્ક નો દંડ જ ઉઘરાવવામાં આવે. બીજો કોઈ દંડ વાહન ચાલક પાસેથી ઉઘરાવવો નહીં.