અમદાવાદ: વર્તમાન સમયમાં કોરોનાના કેસ વધતા ગુજરાત બોર્ડમાં ધોરણ 1 થી 9 અને 11માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાશે. પ્રાથમિક શિક્ષણ બોર્ડ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓને માર્કસ નહીં પરંતુ ગ્રેડ આપવાનો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન શિક્ષણ ઓનલાઇન જ ચાલ્યું હતું. ત્યારે ઓનલાઇન પરીક્ષા યોજાઈ હતી જેનું પરિણામ તથા ચાલુ વર્ષ દરમિયાન સ્કૂલ તરફથી સોંપવામાં આવેલી પ્રવૃત્તિઓ તથા અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને આધારે માર્કસ આપવામાં આવ્યા છે.

ગુજરાત સ્કૂલ બોર્ડના ચેરમેન વિરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, ધોરણ 1 અને 2મા મોટા ભાગે પરીક્ષા યોજાઈ નથી અને બાળકો નાના હોય તેથી ઓરલ પરીક્ષા અને હોમ વર્ક જ અપાયું હતું. જેથી તેના આધારે માર્કસ ગણવામાં આવશે તથા ધોરણ 3 થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓની લેવાયેલી ઓનલાઇન પરીક્ષા તથા ઑફલાઈન પેપર તથા અન્ય પ્રવૃત્તિઓને આધારે માર્કસ ગણીને ગ્રેડ અપાશે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here