ડેડીયાપાડા: હાલમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં કોવીડ 19નું સંક્રમણ વધતાં રોકવા અને કેસોનું વહેલામાં વહેલી થાકે નિદાન થાય અને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર આ રોગના દર્દીઓને શોધવા અતિ આવશ્યક છે તેમજ આ રોગના અટકાયત  ભાગરૂપે તેઓને રોગ સામે રક્ષણ આપવા દવાની કીટ આપવી આવશ્યક છે

આ હેતુસર ડેડીયાપાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો અને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળના સી.આર.સી કો.ઓર્ડીશ્રીઓની ટીમ બનાવી દરેક ગામમાં દિન-૩(ત્રણ)માં સર્વે કરવાનું રહશે જેમાં કુલ સાત સર્વે કરવાના રહશે પ્રતિ રાઉન્ડમાં ત્રણ દિવસ કરવામાં આવશે.

સર્વે દરમિયાન ટીમ મારફતે પલ્સ ઓક્સિમીટર અને થર્મલ ગનનો ઉપયોગ કરવાનો રહશે જો સર્વે દરમિયાન દર્દીનું SPO ૯૫% થી ઉચું આવે તો તેઓને તાલુકાના CCC (કોવીડ કેર સેન્ટર) જરૂરી દવા કીટ આપી તાત્કાલિક ધોરણે મોકલવાના રહશે આ સમગ્ર સર્વેલન્સનું મોનીટરીંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના MPHS,FHS,MO અને તાલુકા હેલ્થ ઓફિસર તેમજ તાલુકા કક્ષાના જુદા-જુદા વિભાગના લાઈઝન અધિકારીઓએ સંભાળવાની ફરજ પાડવામાં આવી છે.