કપરાડા: વર્તમાન સમયમાં એક બાજુ કોરોના કાળ ચાલી રહ્યો છે સાથે ઉનાળો પોતાની ગરમીથી લોકો ત્રાહિત કરી રહ્યો છે આવા સમયમાં આજે બપોરે કમોસમી વરસાદના ઝાપડા કપરાડા તાલુકાના સિલ્ધા વરવટ અને આજુબાજુના અનેક ગામોમાં વરસાદ પડયો હતો.

મળતી માહિતી મુજબ હાલમાં કપરાડા તાલુકામાં કોરોના મહામારીનો હાહાકાર અને બીજી બાજુ ભર ઉનાળે વરસાદે લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. કપરાડા તાલુકાના બારપૂડા ગામે આવેલ ધૂરાપાડા ફળિયામાં આજરોજ બપોરે ભારે પવનના સુસવાટા સાથે ધીમીધારે વરસાદ પડયો છે, અચાનક વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં લોકો બફારોનો અનુભવ કરી રહ્યા છે, તો ભર ઉનાળે વરસાદ પડતાં જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

કપરાડાના આજે બપોરે અચાનક આવી પડેલા પવનના સુસવાટા સાથે વરસાદના કારણે સમગ્ર કપરાડા તાલુકામાં આરોગ્યનું જોખમ વધી શકે છે, સ્થાનિક સ્તરે કોરોના મહામારીના કારણે અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. સ્થાનિક તાત અને સામન્ય માનવી ચિંતાતુર બની ગયો છે.