VTV ફોટોગ્રાફ્સ

વલસાડ: વર્તમાન સમય ભલે કોરોના મહામારીના કારણે ખરાબ ચાલી રહ્યો હોય પણ અમુક એવા કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે જેના કારણે માનવતાની જીવંતતા અને માનવીના સંસ્કારની ઓળખ થાય. આ કોરોનાના કપરા કાળમાં વલસાડના એક યુવાને પોતાના કર્તવ્ય નિભાવવાની સાથે સાથે માનવતાની મહેક અને પરિવારના સંસ્કારના સિંચનનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બીજા યુવાનો માટે પૂરું પાડયું છે

મળેલી માહિતી અનુસાર વલસાડના પારડીમાં સ્મશાન કર્મચારીની ફરજ બજાવતા યુવાને કર્તવ્ય નિષ્ઠાનું એક ઉતમ દાખલો સમાજ સામે મુક્યો છે જીવન જીવતી વેળાએ સમાજના અન્ય કામ પછી આવે પહેલા પોતાની કર્તવ્યનું સ્થાન છે. સારા સંસ્કાર કોઈ ‘મોલ’ માંથી નહિ, સાહેબ પરિવારના ‘માહોલ’ માંથી મળે છે વાક્યને આ યુવાને સાર્થક કર્યું છે

VTVએ પોતાના રીપોર્ટમાં નોધ્યું છે તે અનુસાર ગૌરવ પટેલ નામના કર્મચારીએ કર્તવ્ય નિષ્ઠા પર ઓવારી જવાની ઈચ્છા થઈ આવે કેમ કે, ગૌરવના લગ્ન લીધા હતા અને તેને લગ્નની પીઠી ચોળી દેવામાં આવી હતી પરંતુ તેમ છતાં આટ આટલી મહામારીમાં પણ આ કર્મનીષ્ઠ યુવાને પીઠી ચોળેલી હાલતમાં પણ સ્મશાનમાં જઈને પોતાની ફરજ વલસાડમાં એક મુરતિયાએ નીભાવી છે. મહામારીમાં જયારે માણસ અમથુય ઘરની બહાર નીકળતા ડરતુ હોય ત્યારે આવી ઘટના રેર ઓફ ધી રેર જોવા મળતી હોય છે.

ગૌરવ પીઠીવાળા કપડામાં જ સ્મશાન પહોંચ્યો હતો અને પરંપરા અનુસાર મૃતદેહને અંતિમ વિધી આપી હતી. મૃતદેહોને અગ્નિ સંસ્કાર બાદ લગ્ન વિધિમાં જોડાયો હતો. પારડીના ગૌરાવ પટેલ નામના યુવાને સમાજમાં અન્ય યુવાનો માટે કર્તવ્ય નિભાવવાની એક મિસાલ કાયમ કરી છે.