વાંસદા: ગતરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંસદા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત કોરોના વેક્સીન રસીકરણ રજીસ્ટ્રેશન અભિયાન સ્થાનિક વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્વયમ સેવકો તરીકે વિધાર્થીઓએ પોતાની કર્તવ્યનિષ્ઠા પૂર્વક કામગીરી કરી હતી.

Decision Newsને મળેલી માહિતી અનુસાર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ ૪૬ જેટલા વિધાર્થીઓ સ્વયમ સેવકો જોડાઈ તેમના દ્વારા પોત-પોતાના ગામોના રસીકરણ અભિયાનમાં હાથ ધર્યું હતું જેમાં બધાએ મળીને ૫૭ થી વધુ કુટુંબોની મુલાકાત લીધી અને 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેક્સીન રસીકરણના રજીસ્ટ્રેશન કરવા અંગે જાણકારી આપી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના 18 વર્ષના વિધાર્થીઓ પણ રસીકરણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે તેવી આચાર્ય ડો.વાય. જે મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના પ્રોગ્રામ ડો. અનિલ એસ ચૌધરી તથા ડો. ભાગીનીબેન પટેલની એક પહેલ છે.