દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

વાંસદા: વર્તમાન સમયની કોરોના મહામારીની પરિસ્થિતિને પોહચી વળવા વાંસદા તાલુકાના ઘણાં ગામોમાં વિવિધ ગ્રામજનો દ્વારા પગલાં લેવાય રહ્યા છે. ગતરોજ વધતા જતાં કોરોના સંક્રમણને અટકાવવા વાંસદાના મનપુર ગામની પ્રાથમિક શાળામાં કોરોના સંક્રમિત માટે આઈસોલેશમ રુમ શરૂ કરવામાં આવ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર હાલમાં વાંસદા તાલુકાના મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા અંતરિયાળ ગામોમાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. જેનું કારણ કદાચ ગામડાઓમાં અંધવિશ્વાસ અને જાગૃતિના અભાવ પણ હોય શકે છે.આ ગામોમાં ઘણાં વૃદ્ધો સાથે યુવાનોએ પણ પોતાનો જીવ ખોયો છે.

નવસારી જીલ્લાના વહીવટીતંત્ર દ્વારા કોરોના મહામારી અને વેક્સિન માટે આવા અંતરિયાળ ગામડાના લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય ઝડપથી ઉપાડી લેવું પડશે. ગઈકાલે વાંસદાના મનપુર ગામના ભાજપ મહામંત્રી સંજય બિરારી દ્વારા આ જન જાગૃતિની એક પહેલ કરવામાં આવી અને તેમણે ગામમાં જ સરકારી પ્રાથમિક શાળામાં આઈસોલેશન રૂમ તૈયાર કરી સંક્રમિત લોકોને ત્યાં રહેવા માટે વ્યવસ્થા તૈયાર કરી છે આ કારણે હવે ગ્રામવાસીઓને આઈસોલેશનની સુવિધા ગામમાં જ મળી રહશે.