કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના નાનાપોઢાં વાજવડ ગામના પેલાડ ફળીયા રહેતા કુનલભાઈ નરેશભાઈ પટેલના ઘર આંગણે આવેલા કૂવામાં ત્રણ ઝેરી કોબ્રા સાપો પડવાની ઘટના બનતા આસપાસના લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી હતી સ્થાનિક લોકોનો આ ઘટના જોવા માટે સ્થળ પર ઘસારો જોવા મળ્યો હતો

Decision Newsની ટીમને ઘટના સ્થળ પરથી મળેલી માહિતી મુજબ આ બનાવ વિષે એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ, નવસારી. ધરમપુર વિભાગના ટીમને જન કરવામાં આવી અને એનિમલ સેવિંગ સોસાયટીના કાર્યકર મુકેશભાઈ વાયાડને અને રિપલભાઈ પટેલ દ્વારા કૂવામાં પડેલ સાપોને બચાવવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કપરાડા નાનાપોઢાં રેંજના RFO અભિજીતસિંહ રાઠોડ સાહેબ તેમજ સ્ટાફ વન્યજીવપ્રેમીઓએ જોડાયા હતા.અને સાપો બચાવીને વનવિભાગના કર્મચારીઓ દ્વારા ફોરેસ્ટ એરિયા મુકત કરવામાં આવ્યા હતા

આ ઘટનામાં હાજર રહી મુકેશભાઈ વાયાડ, રિપલભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ પટેલ, સંદીપભાઈ પવાર, કુનલભાઈ પટેલ તેમજ કપરાડા નાનાપોઢાં રેંજના RFO શ્રી અભિજીતસિંહ રાઠોડ ડે એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ, નવસારી ધરમપુર, કપરાડા વિભાગમાં વન્યજીવપ્રેમી એવા મુકેશભાઈ આર. વાયાડ કામગીરી કરવામાં આવી હતી જેને લોકો દ્વારા બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.