દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ડાંગ: દેશમાં હોય કે રાજ્ય કે પછી જિલ્લાઓના બોર્ડર એરિયામાં આવેલા ગામોમાં કોરોનાનું કહેર જોવા મળી રહ્યું છે ત્યારે ડાંગ જિલ્લાના છેવાડે આવેલા ડોકપાતળ ગ્રૂપ ગ્રામ પંચાયતના ગામો ઉગા, ચીચપાડા ગામના લોકોએ સ્વયં શિસ્ત અને કોરોના મહામારી અંગે સાવચેતી રાખી ગામોમાં કોરોનાને પ્રવેશવા દીધો નથી.

આ બોર્ડર વિલેજ ગામોમાં લોકોએ જાહેર, અને સામાજિક કાર્યો ઉપર રોક લગાવ્યો છે. બિન જરૂરી આવાગમન બંધ કરી છે જેના કારણે ગામોમાં હજી સુધી આ મહામારીનો પ્રવેશ થયો નથી. ગામમાં દેશી વનઔષધિનો ઉપયોગ કરી ઉકાળો બનાવી ગ્રામજનો પીવે છે. ડોકપાતળ, વાનરચોંડ, ઉગા ચીચપાડા અને આંબાપાડાની વસતિ કુલ 3586 છે. કોરોના મુક્ત ગામમાં કોરોના સંક્રમણને રોકવા સામાજિક અંતર, ફેસ માસ્કનો ઉપયોગ અને વારંવાર સાબુથી હાથ ધોવા જેવી બાબતે ગ્રામજનો ધ્યાન રાખે છે આમ ગ્રામજનોએ પોતાની સાવચેતીથી ગામોને હજુ પણ કોરોના મુક્ત રાખી શક્યા છે.

ગામના યુવાઓ દ્વારા ટેલીફોનીક વાત કરતા તેઓ Decision Newsને જણાવે છે કે ગ્રામજનોના સાથ સહકાર સાથે તેમનામા રહેલી સ્વયં શિસ્ત તથા સંગઠનની ભાવનાના કારણે કોરોનાથી હજી સુધી અમારા ગામમાં એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત અમારા ગામોમાં અવારનવાર સરકારની કોરોના સંદર્ભિત સૂચનાઓનો પ્રચાર પ્રસાર થતો જ રહે છે જેથી ગ્રામજનો સચેત બન્યા છે.