દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

સોનગઢ: હાલમાં એક તરફ કોરોના કહેર યથાવત છે અને બીજી તફર ગરીબ પરિવાર માટે આવી અણધારી બનાવ બને તો એના પાસે શું કરવું, ક્યાં જવું, કોને કહેવું જેવા સવાલો મુંઝવણમાં મૂકી દેતા હોય છે આવો જ એક બનાવ સોનગઢ તાલુકાના બોરદા પટ્ટી વિસ્તારમાં માંડવીપાણી ગામે કાચા મકાનમાં અચાનક આગ લાગી જવાના કારણે બનવા પામ્યો છે.

આ ઘટનાની જાણ થતાં Decision News દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે સોનગઢ તાલુકાના બોરદા પટ્ટી વિસ્તારમાં માંડવીપાણી ગામમાં રહેતા સુનિલભાઈ વસાવા દ્વારા ખેતરમાં રહેઠાણ માટે કાચું મકાન બનાવવામાં આવ્યું હતું તેઓ આ મકાનમાં જ રહીને ખેતી કરતાં અને ત્યાંજ રહી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા.આ રોજીંદી ક્રિયા પ્રમાણે સવારે સુનિલભાઈના પત્ની ચૂલા પર રસોઈ બનાવતા હતા ત્યારે તેમને પાણીની જરૂરિયાત લગતા તેઓ ચૂલો સળગતો મૂકી પાણી લેવા બહાર ગયા અને ચૂલામાં અચાનક અગ્નિની જ્વાળાએબ ભડકો લીધો અને થોડી વારમાં જ આખું ઘર અગ્નિમાં બળવા લાગ્યું હતું. આસપાસના લોકો આગ જોઈ આગને ઓલાવવા માટે દોડી તો આવ્યા પણ પાણીની અપૂરતી સગવડના કારણે આગને કાબુમાં કરી શક્યા ન હતા અને આખું ઘર અગ્નિમાં બળીને ખાખ થઇ ગયું હતું.

આ બનાવ સોનગઢથી અંદાજિત ૪૨ કિમી દૂર હોય થયો હોવાથી ફાયરની સુવિધા પણ મળવી તાત્કાલિક મળવી અશક્ય હતી. ઘરમાં લાગેલી આગમાં ઘરવખરી, અનાજ, વિદ્યાર્થીઓના શાળાના સર્ટિફિકેટ અને અન્ય કેટલાક દસ્તાવેજો બળ્યા હોવાનું સુત્રો જણાવે છે.