‘માં’ની મમતાને યાદ કરતા મે મહિનાના બીજા રવિવારના રોજ ઉજવાતા Mothers Dayના દિવસે કવિ બાલમુક્ધદ દવેની વાત સાંભરે છે હોં વ્હાલા કે “ઈશ્વર બધે પહોંચી શકતો નહીં હોય, તેથી તેણે માતાનું સર્જન કર્યુ.”  ‘માં’ એક એવો શબ્દ જેમાં આખું જગત સમાયુ છે. માત્ર માનવીય સંબંધોમાં જ નહીં પરંતુ પશુ, પક્ષી, જીવજંતુ દરેકમાં માતાનું સ્થાન પ્રથમ છે. ખરેખર તો ‘માં’નું ઋણ ચૂકવા ઝીંદગી આખી ટૂંકી પડે.

‘માં’ વિષે ઘણાં ચિંતકો, લેખકો, સાહિત્યકારો લખ્યું છે જેમાં છંદો, કવિતાઓ અને લેખો અને લોકવાણીમાં લોકોએ દુહા ગાયા છે પણ મમતાળુ ‘માં’નો મહિમા ગાઈ એટલો ઓછો પડે હોં મારા વ્હાલા. એમ કહેવાય છે કે ‘માં’નો અર્થ દુનિયાની બધી જ ભાષાઓમાં ‘માં’ જ થાય છે. કેવી અદ્ભુત રચના છે આ કુદરતની વિચાર તો કરી જુઓ..

માં માત્ર માણસોની જાતિમાં જ નહિ દરેક જીવો માટે ‘માં’ નો ફાળો અમૂલ્ય છે. ચીં.ચીં.કરતી ચકલીઓ પોતાની ચાંચ વડે પોતાના બચ્ચાના મુખમાં દાણા મૂકતું દ્ગશ્ય કેવું અદભૂત હોય છે. પોતાના વાછરડાને ઘડીભર ન જોતી વ્યાકુળતા અનુભવતી ગાયનો પ્રેમ કેવો અજોડ હોય છે. પશુઓમાં વાંદરી એક એવી માદા છે કે પોતાના મૃત બચ્ચાને પણ કેટલાક દિવસ સુધી છાતીએ વળગાડીને રાખે છે. માતા ગમે તેટલી નિર્બળ હોય પણ પોતાના બાળક માટે સક્ષમતા જરુર બતાવતી આપણે નજરે જોઈ શકીએ છીએ

મારા અભ્યાસ દરમિયાન મારા ગુરુ માં મને કહેતા બેટા પિતાને ભલે “ઘરનો મોભી” છે પણ એટલું યાદ રાખજે દિકરા “ઘરનું છાપરૂ”તો માત્ર માતા જ બની શકે. આપણને સૌને જયારે જયારે સંકટ, દર્દ, અનુભવીએ જ છીએ ત્યારે પહેલો મુખમાંથી શબ્દ  ઓમ માં, અથવા હે માડી રે.. નીકળે છે ને ! અતુલ્ય અમૃત જેનાં નયનોમાં નેહ બની અવિરત નીતરતું હોય એને ‘માં’ જ હોય હ બીજું કોઈ નહિ.માં નું ઋણ તમે જન્મો જનમ ન ઉતારી શકો હોં… માટે માં ને ખુશી આપવાનો પ્રયત્ન તો કરજો જ પણ ક્યારેય દુઃખી ના થવા દેશો હોં.આજના દિવસે આ સંકલ્પ કરો !