માંડવી: હાલમાં કોરોના મહામારી સમગ્ર જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં ફેલાવાના કારણે અમુક જગ્યા પર સરકાર દ્વારા અને અમુક જગ્યા પર સ્વચ્છિક લોકડાઉન થવાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોના ધંધા રોજગારમાં અને જીવન ગુજરાનમાં વિકટ સમસ્યા સર્જાય છે આવા સમયમાં પોલીસ દ્વારા રાહગીરીને આર.ટી.ઓના નિયમો અને ખોટી રીતે માસ્ક અને હેલમેટના રૂપિયા ઉઘરાવી ગરીબ સામાન્ય વ્યક્તિઓને લુંટવાના કિસ્સોઓ માંડવી તાલુકા અવાર-નવાર થતાં રહેવાની ફરિયાદ ઉઠી છે.

Decision News મળેલી માહિતી પ્રમાણે માંડવી તાલુકાનું પોલીસ પ્રશાસન દ્વારા બાઈક સવારોને માસ્ક અને હેલ્મેટ અને અન્ય RTOના નિયમો બતાવીને ખુલ્લે આમ ૫૦૦૦ જેટલી મોટી રકમની ઉઘરાણું કરાઈ રહ્યું છે આજની કોરોના કાળમાં સામાન્ય વ્યક્તિઓના ધંધા ઠપ્પ પડયા છે રોજગારીનું કોઈ સાધન રહ્યા નથી આવા સંજોગોમાં આટલી મોટી રકમ આપવી અસંભવ બને છે. લોકોનું કહેવું છે કે એક બાજુ કોરોના જાન લઇ રહ્યો છે અને બીજી બાજુ આ પોલીસ જીવ ! અધિકારીઓ પણ કઈ બોલતા નથી ઉલ્લેખીનીય છે કે ગુજરાત સરકારે હાલમાં RTOના કોઈપણ નિયમો કે ધારાધોરણોનો દંડ વસુલવાનો ણા પડી છે તો શું માંડવી ગુજરાતનો તાલુકો નથી ?.

મનીષ શેઠના જાગૃત નાગરિક Decision Newsને જણાવે છે કે અમે આજરોજ પોલીસની હેરાનગતિ સામે મામલદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે અમે માંગણી કરી છે કે તાલુકા થઇ રહેલી આ પોલીસ દ્વારા આ કોરોનાના કપરા કાળમાં થઇ રહેલી બેફામ લુંટને તાત્કાલિક રોકવામાં સ્થાનિક પ્રશાસન દ્વારા રોકી સામાન્ય ગરીબ વ્યક્તિઓની ન્યાય આપવામાં આવે. મનીષ ભાઈનું કહેવું હતું કે ખાસ કરીને ગ્રામ રક્ષક દલના GRD યુવાનો દ્વારા કરવામાં આવી રહેલી હેરાનગતિ રોકવામાં નહિ આવે તો આવનારા સમયમાં પોલીસને પ્રજાના આક્રોસનો ભોગ બનવાના દિવસો પણ આવી શકે છે.