વાંસદા: વર્તમાન સમય જયારે સમગ્ર વાંસદા તાલુકામાં કોરોના મહામારીના કારણે 2 વાગ્યાથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે ત્યારે વાંસદામાં ગામે-ગામમાં બહાર ગામથી આવેલા મોટાભાગના ગામોમાં પોતાની દુકાન જમાવી બેઠેલા મારવાડી દુકાનદારો અડધી સટલ બંધ કરી કે પછી પાછલા બારણે દુકાનનો ધંધો ચલાવી લોકડાઉનની ગાઈડલાઈન્સ અને નીતિ નિયમો સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે.

Decision Newsને વાંસદાના ગામડાના યુવાઓ દ્વારા અપાયેલી ફરિયાદ મુજબ વાંસદા ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક દુકાનદારો દ્વારા લોકડાઉનની ગાઈડલાઈન્સ અને નીતિ નિયમો દુકાન બંધ કરીને પાળવામાં આવી રહ્યા છે પણ વાંસદામાં ગામે-ગામમાં બહાર ગામથી આવેલા મોટાભાગના ગામોમાં પોતાની દુકાન જમાવી બેઠેલા મારવાડી દુકાનદારો અડધી સટલ બંધ કરી કે પછી પાછલા બારણે દુકાન ધંધોનો ધંધો ચલાવી રહ્યાં છે અને અધૂરામાં પુરૂ ગામડાની ભોળી આદિવાસી પ્રજા પાસેથી દુકાનની વસ્તુઓનો મન ફાવે તેમ ભાવ પણ લઇ રહ્યા છે આ બાબતે વાંસદાનું વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા દુકાનદારોને સ્થાનિક ભોળી આદિવાસી પ્રજાને લૂટવાનો છૂટોદોર આપી દેવામાં આવ્યો છે ? પ્રશાસનિક તંત્ર આ કોરોનાના કપરા કાળમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પર ચલાવાઈ રહેલી લુટ સામે ક્યારે પગલાં લેશે ? આ દુકાનદારોની તપાસ ક્યારે થશે ? વગેરે સવાલો ગામના યુવાઓ ઉઠાવી રહ્યા છે.

વાંસદાના ગામોમાં સ્થાનિક દુકાનદારોની દુકાનો લોકડાઉન ચાલી રહ્યાના કારણે બંધ રાખવાથી સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે ત્યારે અડધી સટલ બંધ કરી કે પછી પાછલા બારણે દુકાન ધંધો ચલાવી રહેલા આ દુકાનદારો “મોકે પે ચોકા” મારતા હોય તેમ દરેક વસ્તુઓ પર ભાવ વધારો કરી માલામાલ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે હવે આવનારો સમયમાં જિલ્લાનું કે તાલુકાનું પોલીસ પ્રશાસન જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરશે કે નહિ ? અને જો હાથ ધરશે તો દુકાનદારો સામે કયા પગલાં લેવાશે એ જોવું રહ્યું.