પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

તાપી: ગતરોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના એક ગામમાં પરિવાર સાથે રહેતી અને અસ્થિર મગજ ધરાવતી 20 વર્ષીય યુવતી પર કોઈ અજાણ્યો ઈસમ બળાત્કાર કરી યુવતી ગર્ભવતી બનાવવાની ઘટના પરીવાર દ્વારા પોલીસ ફરિયાદ કરતાં પ્રકાશમાં આવી છે.

Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વર્ષ ડોલવણ તાલુકા એક ગામમાં એક પરિવારમાં રહેતી 20 વર્ષીય અસ્થિર મગજની યુવતિ રહેતી હતી તેને કોઈ અજાણ્યા હવસખોર દ્વારા વાસનાનો શિકાર બનાવી બળાત્કાર કરવામાં આવતા ગર્ભવતી બની ગઈ હતી યુવતીએ પરીવારને પેટમાં દુખાવાનું કહેતા પરિવારે તપાસ માટે તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યાં તપાસ કરતાં 09 માસનો ગર્ભ હોવાનું બાહર આવ્યું હતું. આ બાબતે યુવતીની માતાએ એ ડોલવણ પોલીસ મથકે કોઇ અજાણ્યો ઇસમ દ્વારા પોતાની નાની છોકરી અસ્થિર મગજની છોકરી સાથે શારીરીક સંબંધ બાંધી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા ડોલવણ તાલુકાના તત્કાલીન પીએસઆઇ કે. એમ. છાસીયાએ ઝીણવટ ભરી તપાસ કરતા ડોલવણ તાલુકાના અંતાપુર ગામમાં રહેતા ૨૮ વર્ષીય રણજીત રતિલાલ કોળધા નામના આરોપીની ધરપકડ કરી વ્યારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ વી.એ.બુદ્ધ કોર્ટએ રજુ થયેલા પુરાવાના આધારે આરોપી યુવકને બળાત્કારના ગુનામાં આજીવન કેદની અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.અને કોર્ટે કહ્યું કે આરોપી પરથી વસુલવામાં આવેલો દંડની રકમ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા આવશે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here