વ્યારા: ગતરોજ તાપી જિલ્લાના વ્યારાના રાયકવાડમાં રહેતા 40 વર્ષીય બિલ્ડર નિશિશ મણિલાલ શાહ સાંજે વ્યારાના હરિ હરેશ્વર મહાદેવ મંદિરની સામે તરબૂચ લઇ રહ્યા હતા ત્યાં જ કાર નં GJ-05-JP-2445 ચાલકે તેમને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા આ સમયનો લાભ લઇ 4 ઈસમે દ્વારા બિલ્ડર પર તલવારના 15 જેટલા ઘા કરી મોતને ઘાટ ઉતારવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision news પાસે આવેલી વિગતો પ્રમાણે વ્યારાના રાયકવાડમાં રહેતા 40 વર્ષીય બિલ્ડર નિશિશ મણિલાલ શાહ સાંજે ૮ વાગ્યાની આસપાસ વ્યારાના હરિ હરેશ્વર મહાદેવ મંદિરની સામે તરબૂચની ખરીદી કરી રહ્યા હતા ત્યાંજ GJ-05-JP-2445 નંબરના કાર ચાલકે તેમને ટક્કર મારી રોડ પર પડી દીધા હતા ત્યાર બાદ કાર માંથી ફિલ્મી ઢબે ઉતારેલા ૪ ઇસમોએ બિલ્ડર પર તલવારના 15થી વધુ ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બિલ્ડર અને ઈસમોની ઝપાઝપીમાં વચ્ચે પાડનારને તરબુચના વેપારીને પણ ગંભીર ઈજાઓ થઇ હતી હાલમાં તેઓ સારવાર હેઠળ છે

આ ઘટનામાં તરબૂચ વેપારી ગણેશ બળવંતભાઈ વચ્ચે આવવાના કારણે કાર ચાલકે તલવારથી એક ઘા એમને પણ માર્યો હોવાનું જાણવા મળ્યું છે  આ હત્યા કરવા પાછળનો ભેટ હજુ અકબંધ છે પોલીસ તપાસમાં કારનો બંપ અને નંબર હાથ લાગ્યા છે આ ઉપરાંત સીસીટીવીના આધારે પોલીસ દ્વારા આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here