વાંસદા: સમગ્ર રાજ્યમાં હાલમાં જ તાઉતે વાવાઝોડાથી થયેલ જાનહાનિ- માલહાનિ સરકારે સંવેદના દાખવી વાવાઝોડાના ભોગ બનેલા લોકો માટે સહાયની યોજના મંજૂર કરવાનો નિર્ણય કર્યો હતા પરંતુ આ નિર્ણય વાંસદા, ધરમપુર અને કપરાડા જેવા આદિવાસી વિસ્તારોમાં સરખી રીતે અમલ કરવાથી અન્યાય થઇ રહ્યાની ફરિયાદ વાંસદા તાલુકાના પ્રમુખ મણીલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર વાંસદા તાલુકા ભાજપા પ્રમુખ મણિલાલ પટેલ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાઉતે વાવાઝોડાથી સમગ્ર રાજયમાં જાનહાનિ- માલહાનિના કારણે જે સરકારે સંવેદના દાખવી વાવાઝોડાનો ભોગ બનેલા લોકો માટે જે સહાયની યોજના મંજૂર કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો હતો એ નિર્ણય વાંસદા, ધરમપુર, કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં અમલીકરણ સરખા પ્રમાણમાં થઇ રહ્યું નથી અને લોકો જોડે ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો છે.

તેમનું કહેવું છે કે વાવાઝોડામાં નુકશાનીનો ભોગ બનેલા સરકારનો હેતુ નાનામાં નાના ખેડૂતોને આર્થિક લાભ થાય સરકારનો હેતુ છે પરંતુ આ નિર્ણયથી નાના-સીમાંત ખેડૂતોને સહાય કરવાનો હેતુ માર્યો જાય એમ છે કેમકે આ વિસ્તારના ખેડૂતો નાના-સીમાંત બંને પ્રકારના છે. આ આદિવાસી વિસ્તારમાં 90 % આવા ખેડૂતો પાસે 1 થી 2 એકર જમીન છે.અને જીવન નિર્વાહ માટે ડાંગરની ખેતી કરે છે. આ કારણે વિસ્તારના 98% ખેડૂતોએ પાળ પર આંબાના ઝાડો છે. નુકશાનીનો સર્વે કરનારા આવા 98 % ખેડૂતોના ફોર્મ સ્વીકારવાની ના પાડે છે, સરવેવાળા 10થી વધારે આંબાના ઝાડો હોય ,તો જ સરવે કરે છે, જેથી નાના સીમાંત ખેડૂતોએ પાળ પર ઉગાડેલા વર્ષો જૂના બે થી ચાર ઝાડો કે જેમાંથી એક આંબાના ઝાડ ઉપર 25 થી 30 મણ કેરીનો પાક આવતો હોય તેઓના ફોર્મ સ્વીકારવામાં નહીં આવે તો ભારે આર્થિક રીતે સહન કરવું પડશે.