વાંસદા: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે વાંસદા-૨ સીટનાં તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પટેલ (પાડવી) કિરણ પાડવી (પી.આઈ) માજી ગ્રામ પંચાયત સભ્ય સુનીલભાઈ પટેલે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું Decision News સાથે વાતચીત કરતાં ગંગાબેને જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાની નૈતિક જવાબદારી સમજીને વૃક્ષારોપણ કરવું જોઈએ.પર્યાવરણને બચાવવાનો એકમાત્ર રસ્તો છે વૃક્ષારોપણ.તથા આ પ્રસંગે કિરણ પાડવીએ જણાવ્યું હતું કે એક બાળક એક વૃક્ષનો સંકલ્પ લઈને દરેક વ્યક્તિએ પોતાનાં નામનું એક વૃક્ષતો રોપવું જ જોઈએ. કુદરતી આપતિઓમાંથી આપણને બચાવનાર પર્યાવરણ જ છે.જો પર્યાવરણ જ નહીં બચે તો આપણું જીવન પણ સંકટમાં આવી જશે

ધરમપુર: વલસાડ યુવા મોર્ચાના મહામંત્રી પ્રભાકર યાદવ Decision Newsને જણાવે છે કે  30 મેના રોજ કેન્દ્રમાં બિરાજેલી નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને સાત વર્ષ પૂર્ણ થયા હોય પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સમગ્ર ગુજરાતના દરેક મંડળોમાં સેવા હી સંગઠન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા હાકલ કરવામાં આવી હતી જે અંતર્ગત વલસાડ જિલ્લાના ૧૨ જેટલા મંડળોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જેને અનુલક્ષીને આજે ધરમપુર શહેર ભાજપ તેમજ યુવા ભાજપ સંગઠન દ્વારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના નેતૃત્વમાં આજે ધરમપુર તાલુકાના ભેસધરા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. જુઓ આ વિડીયોમાં…

ડાંગ: આજના ૫ જુનના રોજ વિશ્વ પર્યાવરણના દિને બહુજન સમાજ પાર્ટી આહવાના પ્રમુખ પરેશભાઈ ગામીત દ્વારા  Decision Newsને જણાવ્યું કે અમે વૃક્ષરોપણ કરીને ગામેગામમાં પર્યાવરણનું મહત્વ સમજાવી વૃક્ષારોપણ કરવા માટે અપીલ કરી હતી અને પર્યાવરણનું જન કરવા આહ્વાહન કરવામાં આવ્યું છે.

નવસારી: ભારતીય ટ્રાઇબલ સેનાના નવસારીના પ્રમુખ તેમજ ચીખલી,ખેરગામ,ગણદેવી તેમજ નવસારી તાલુકાના પ્રમુખોની આગેવાનીમાં નવસારી જિલ્લાના તમામ તાલુકાઓ ના અલગ અલગ વિસ્તારોમાં આજના ૫ જુનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંકજ પટેલ Decision Newsને કહેવું હતું કે જંગલોને સાચવવા એ આપણી હાલની પ્રાથમિક જરૂરિયાત છે અને અમે હંમેશા પ્રકૃતિના સંરક્ષક બનીને ઉભા રહેશું

ડેડીયાપાડા: સમાજનું ઘડતર કરતા અને બાળકોને પોતાની મંજિલ તરફ તીવ્ર ગતિએ પ્રયાણ કરાવતા શિક્ષક જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા આજના વિશ્વ પર્યાવરણ દિન પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. Decision News સાથે વાત કરતા જીતુભાઈ જણાવે છે હું બાળકોમાં નાનપણમાં જ પર્યાવરણના જતન અને વૃક્ષનું મહત્વના બીજ રોપવા માગું છુ જેથી આવનારી જનરેશન સ્વસ્થ પર્યાવરણ મળી શકે.

વલસાડ: ૫ જુન વિશ્વ પર્યાવરણ દિને શ્રી કલેકટર સાહેબ શ્રી આર આર રાવલ . આદરણીય મેડમ શ્રીઅર્પિત સાગર (DDO)વલસાડ ફોરેસ્ટ ઓફિસર શ્રી યુવરાજસિંહ ઝાલા સાહેબ તથા શ્રી આર. બી. સોલંકી(DCF) વલસાડ તથા એમની સમગ્ર ટીમ, ગાયત્રી પરિવારના અધ્યક્ષ શ્રી ઊર્મિલભાઈ દેસાઈઅને ટીમ, શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ, પાલણ ગામના સરપંચ મેડમ શ્રી અનિલાબેન પટેલ તથા આદરણીયશ્રી પ્રવિણભાઈ પટેલ.પાલણ ગામના ઉત્સાહી કાર્યકર્તાઓ ડિવાઈન વિંગ્સ ચેરીટેબલ ટ્રસ્ટના યુવા કાર્યકર્તા શ્રી તુષારભાઈ દેસાઈ, ઓધવરામ ડેવલપસૅ સાથે સંકળાયેલા માનનીય શ્રી નાનજીભાઈ ગોરી અને એમનો પરિવાર વિદ્યાર્થીની ચાર્મી અને માતાશ્રી આશાબેન, સુશ્રી સ્નેહાબેન. તથા આ વૃક્ષારોપણ કરી વૃક્ષોને જતનની જવાબદારી લેવામાં આવી હતી.

પારડી: આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પારડી તાલુકાના મારા ખેરલાવ ગામની સીમમાં વૃક્ષારોપણનું કાર્ય ગામના જાગૃત યુવાનો દ્વારા કરવામાં આવ્યું. જેમાં ગામના સરપંચશ્રીમતિ કૌશિકાબેન, ભાજપ યુવા પ્રમુખ અંકિત પટેલ, બજરંગદલ પ્રમુખ ચેતનભાઈ પટેલ તથા લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબાના નિલમભાઈ સાથે તેમની ટીમે હાજરી આપી હતી. આ પ્રવૃત્તિમાં ઘણા ગ્રામજનો પણ ભાગ લઈ આ કાર્યને સફળ બનાવ્યું હતું. મયંક પટેલ Decision News ને જણાવે છે કે હાલમાં પર્યાવરણ બચાવવું પ્રાથમિક જરૂરિયાત બની છે અને આ જવાબદારી આપણા યુવાનોની છે જેના તરફ આપણે પીઠ ફેરવી ન શકીએ આપણે આપણી પ્રકૃતિની જાળવણી કરવી પડશે.

વ્યારા: ૫ જુન વિશ્વ પર્યાવરણના દિને તાપીના તાલુકા વ્યારાના રફતાર બોઈસ ગ્રુપના નવ યુવાનો દ્વારા આજના મહત્વ સમજીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું Decision News સાથે વાત કરતા પ્રકાશભાઈ ચોધરી જણાવે છે કે અમે પર્યાવરણનું મહત્વ સમજતા થયા છે અને આજના આ દિને સંકલ્પ કરીએ છીએ કે આવનારા સમયમાં સ્વસ્થ પર્યાવરણ કરવામાં અમારું અને અમારા ગ્રુપનું યોગદાન હંમેશા શ્રેષ્ઠતા તરફનું રહેશે.

કપરાડા: આજના વિશ્વમાં ઉજવાય રહેલા ૫ જુનના વિશ્વ પર્યાવરણના દિને કપરાડા તાલુકા દિક્ષલ ગામમાં સહ્યાદ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં શ્રી રમેશભાઈ જાદવ અને અને પ્રકૃતિ પ્રેમીઓ હાજર રહ્યા હતા. રમેશભાઈ Decision News સાથે વાતચીત કરતા કહે છે કે અમે પ્રકૃતિ સાથે જીવતાં આવ્યા છે અમે પ્રકૃતિ પૂજક છીએ એનો અમને ગર્વ છે પર્યાવરણની રક્ષા એનું જતન કરવું એ અમારું કર્તવ્ય તો છે પણ અમે એને ધર્મ તરીકે પણ સ્વીકારીએ છીએ.અમારું જીવન જ પ્રકૃતિ આધારિત છે.