ડાંગ: હાલમાં ચાલી રહેલા વરસાદી મોસમ વચ્ચે ડાંગ જિલ્લાના જિલ્લાનાં વઘઇથી આહવાને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગનાં ચિચીનાગાવઠા ગામ પાસે જિલ્લા રજીસ્ટાર કચેરી ડાંગનાં ઓડિટરની સ્વીફ્ટ કાર પલ્ટી મારી જતા અકસ્માતની ઘટના બની હતી.

Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગતરોજ વઘઇ તાલુકાનાં ઝાવડા ગામેથી આહવા ખાતે જિલ્લા રજીસ્ટારની કચેરીમાં જઈ રહેલ ઓડિટરની સ્વીફ્ટ ગાડી નંબર GJ-30-A-0442 વઘઇથી આહવાને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગનાં કુડકસ-ચિચીનાગાવઠા ગામ પાસેના વળાંકમાં ડ્રાઇવરે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા સ્વીફ્ટ કાર માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકી પલ્ટી મારી જતા આ અકસ્માતનો બનાવ બન્યો હતો .

વઘઇથી આહવાને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગનાં કુડકસ-ચિચીનાગાવઠા ગામ પાસે થયેલા આ ગોઝારા અકસ્માતમાં રાહતની વાત એ બની કે સ્વીફ્ટ કારના જંગી નુકશાન સિવાય કોઈ જાનહાની થવા પામી ન હતી.

 

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here