ધરમપુર: આજરોજ વલસાડ સીટી પોલીસે ધરમપુર ચોકડી પાસેથી વાહન ચેકિંગ દરમિયાન બુલેટ રાઈડરને શંકા જતા તેને અટકાવવામાં આવ્યો અને તેના પાસે રહેલી બેગમાં તપાસ કરતાં 21 બોટલ દારૂનો જથ્થો મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે વલસાડ સીટી પોલીસ ધરમપુર ચોકડી ખાતે વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક બુલેટ રાઇડર ઉપર શંકા જતા અટકાવવામાં આવ્યો હતો જેમાં બુલેટમાં આજુબાજુમાં અને પાછળના ભાગે આવેલી ડિક્કિમાં ચેક કરતા 21 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ બુટલેગર બુલેટ રાઈડરની સ્વાંગમાં દારૂની ખેપ મારતો સુરતના કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલો હતો વલસાડ પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા દમણથી દારૂ લઈને સુરત પોહચાડવાનું કામ કરતો બુલેટ રાઈડર ગૌરાંગ રાણાની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ આદરી છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here