વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંદરવેલા ગામમાં ડુંગરી પર ક્રાંતિકારી બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જ્યાં આજરોજ બિરસા મુંડા પુણ્યતિથિ નિમિતે નવસારી જિલ્લા BTS સંગઠન અધ્યક્ષ દ્વારા ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Decision Newsને મળતી માહિતી અનુસાર વાંસદા તાલુકાના વાંદરવેલા અને આસપાસના યુવાનો દ્વારા ગામમાં ડુંગરી પર ક્રાંતિકારી બીરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આદિવાસી લોકોના ભગવાન ગણાતા બિરસાની આજરોજ પુણ્યતિથિના દિને ભારતીય ટ્રાઈબલ ટાઇગરસેના નવસારીના પંકજભાઈ દ્વારા પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યું હતું.

ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેનાના પ્રમુખ પંકજ પટેલનું કહેવું હતું કે બિરસા મુંડાએ આદિવાસી સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું સર્વસ્વ બલિદાન કર્યું હતું એને આદિવાસી સમાજને પોતાના હકો અને અધિકારો મળી રહે એ માટે પોતાનું જીવન ખપાવી નાખ્યું છે આજની બિરસાની પુણ્યતિથિએ તેમણે આપણા માટે કરેલા બલિદાનને યાદ કરી આપણે પણ સમાજ માટે જીવવાની પ્રરણા લઈએ.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here