દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં કોરોના મહામારીમાં લોકોને રોજગારી છીનવાઈ પ્રદેશના ગરીબ શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરવી જોઈએ કોરોનાના કહેરમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં માટે અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી તે બંધ કરી દેવાતા ગરીબ લોકોને ખાવાની હાલાકી ભોગવવી પડી છે.

ગાંધીમાર્ગ ચાલનારા અને દક્ષિણ ગુજરાતમાં સમાજસેવક તરીકે ઓળખાતા નિલમ પટેલનું કહેવું છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે લોકો ધંધા મજૂરી છીનવાઈ જવાના કારણે બેકાર બની ગયા છે. તેમને જીવન ગુજરાનમાં  મુશ્કેલી પડી રહી છે. હાલમાં લોકોના ધંધા-રોજગાર બંધ થઇ જવાથી પરિવારની આર્થિક પરિસ્થિતિ પર સંકટ ઊભું થઇ ગયું છે. આવા મુશ્કેલી ભર્યા વખતમાં જો બંધ કરેલી 10 રૂપિયામાં મળતી અન્નપૂર્ણા યોજના શરુ કરવામાં આવે તો શ્રમજીવી મજૂર વર્ગની મુશ્કેલીઓ ઓછી થાય એમ જણાય છે.

આદિવાસી વિસ્તારોમાં પણ આ યોજના સત્વરે શરૂ કરવામાં આવે તો ભૂખ્યાને ભોજન મળી રહે કેમકે હાલમાં આદિવાસી લોકોના પણ કોરોના મહામારીમાં પોતાના ધંધા રોજગાર છીનવાઈ જતા હાલ પોતાના પરિવારનું ભરણપોષણ પૂરું કરવામાં ફાંફા પડી રહ્યા છે જો આ યોજના શરુ કરવામાં આવે તો ખરેખર ફાયદારૂપ છે.