વલસાડ: મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં 500ની નકલી નોટ છાપી ગુજરાતના વલસાડ જિલ્લાના SOG ધરમપુર તાલુકામાં સમડી ચોક પાસે રૂપિયા 500ના દરની 148 જાલીનોટ વટાવતાં ચાર શખ્સો પકડી જાલીનોટનું કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

Decision Newsને મળેલી માહિતી અનુસાર વલસાડ SOGની ટીમને મળેલી એક બાતમીના આધારે ધરમપુરના સમડી ચોક વિસ્તારમાંથી જૂની કેરી માર્કેટના કમ્પાઉન્ડમાંથી રૂ.500ના દરની 60 ચલણી નોટ સાથે SOGની ટીમે એક રીક્ષા ન. GJ-15-AU-6764નો ચાલક ઝીપરુંભાઈ સંતાભાઈ ભોયા રૂ.500ના દરની નકલી નોટ ખરીદી માર્કેટમાં ફેરવતા હોવાની બાતમી શખ્સને ઝડપી પાડ્યો હતો. SOGના PI વી બી બારડ અને LCB PI જે એન ગૌસ્વામીએ કરેલી પ્રાથમિક પૂછપરછ કરતા અન્ય 3 ઇસમોના નામ ખૂલતા ત્રણેયને 88 નકલી નોટ સાથે ઝડપી પાડયા હતા.

પોલીસે દ્વારા ચારેય આરોપીઓની પૂછપરછ કરતાં જણાવા મળ્યું છે તમામ નોટ મહારાષ્ટ્રના એક ગામમાંથી પ્રિન્ટર મશીનમાં છાપવામાં આવે છે અને ત્યાંથી આ કામનું સંચાલન કરી આ નકલી નોટો ગુજરાતમાં વટાવવામાં આવી રહી છે. પોલીસ વધુ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાનું જણાવે છે.