દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

મહુવા: વર્તમાન સમયમાં લોકડાઉન ખોલવાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં મોટા પ્રમાણ નોંધવા લાગી છે ગતરોજ મહુવા તાલુકાના નિહાલી ગામે ટેમ્પો અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની હતી જેમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો

Decision Newsને સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર મહુવા તાલુકાના નિહાલી ગામમાં પટેલ ફળિયામાં રહેતા ચેતનભાઈ કુકણા GJ-19-AG-5932 નંબરની બાઈક લઇ ગામના પોતાના મિત્ર કનુભાઈ અરવિંદભાઈ પટેલ સાથે જઈ રહ્યા હતા. રસ્તામાં આ જ સમયે નિહાલી ગામે પરબ ફળિયાના ટર્ન પાસે સામેથી પુરપાટ ઝડપે GJ-05-U-1234 નંબરનો ટેમ્પો આવતા ચેતનભાઈ કુકણાની બાઇકને ટક્કર લાગી હતી ટક્કર લાગવાના કારણે ગંભીર અકસ્માતની ઘટનામાં બાઇકસવાર કનુભાઈ પટેલને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું.

મૃત્યુ પામેલા કનુભાઈ અરવિંદભાઈ પટેલના મિત્ર ચેતનભાઈ કુકણા અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક મહુવા પોલીસ મથકે કરી ટેમ્પોચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.