માંડવી: આજરોજ સુરતના માંડવી તાલુકાના આમલી ડેમ અસરગ્રસ્તોને સરકારીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જરૂરિયાત પૂરી ન પાડવાની ફરિયાદ સબંધી માંડવી તાલુકા પ્રાંત અધિકારીશ્રી, સુરત કલેકટર શ્રી,તથા મામલતદારશ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Decision Newsને સમાજના જાગૃત નાગરિક મનીષ શેઠના જણાવ્યા અનુસાર માંડવીના આમલી ડેમ અસરગ્રસ્તો અત્યાર સુધી અસરગ્રસ્તોને કોઈપણ પ્રકારનો સરકારી જરૂરિયાત પુરી પાડવામાં આવી નથી તે ઉપરાંત અત્યાર સુધી જંગલખાતાના માથાભારે અધિકારીઓ દ્વારા વારંવાર સ્થાનિક ભોળા આદિવાસી ખેડૂતોને રંજાડી હેરાન કરવામાં આવ્યા છે. પણ કોઈ ઉચ્ચ અધિકારીઓ આ આદિવાસીના માનશીક અને શારીરિક રીતે હેરાન કરતા સ્થાનિક અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવતી નથી

આ આવેદનપત્રથી સરકારશ્રીને સૂચિત કરવામાં આવે છે કે જો આમલી ડેમ અસરગ્રસ્તોની જરૂરિયાતની બાબત અને હેરાન ગતિ કરનારા સરકારી બાબુઓ વિરુદ્ધ આવનારા થોડા સમયમાં જવાબદાર અધિકારીઓ ગંભીરતા ન લેતાં કોઈ કડક પગલાં ન લેવામાં આવે તો અમર્યાદિત ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરવામાં આવશે.