સુરત: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગતરોજ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાના 1,26,000થી વધુ વનબંધુ કિસાનો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના 2021નો શુભારંભ કર્યો હતો

મુખ્યમંત્રી જણાવ્યું કે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને 31 કરોડની ખાતર- બિયારણ સહાય મળશે જેમાં ખાતરમાં 45 કિલો ગ્રામ યુરીયા, 50 કિલોગ્રામ એન.પી.કે. અને 50 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટની કીટ આપવામાં આવશે. છેલ્લા દસ વર્ષમાં આ યોજના અન્વયે 10 લાખ આદિજાતિ ખેડૂતોને રૂપિયા 250 કરોડની સહાય આપવામાં આવી હતી. આ યોજનામાં મકાઈ, કારેલા, દુધી, ટામેટા, રીંગણ, બાજરી, જેવા પાકના બિયારણ લઇ  આદિવાસી ખેડૂતો વધારે આવક મેળવતા થયા છે.

ગતરોજ માંડવીના તાલુકા પંચાયત કચેરી ખાતે 20 ખેડૂતોને પદાધિકારીઓના હસ્તે બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન, ઉમરપાડાના તા.પં. પ્રમુખ શારદાબેન, મહુવા તા.પં.પ્રમુખ હિતેશભાઈ તથા TDO માંગરોળ તથા તેમજ પ્રાયોજના વહીવટદાર કચેરીના હોદ્દેદારો અને આદિવાસી લાભાર્થી ખેડૂત ભાઈ-બહેનો હાજર રહી વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.