અનાવલ: આજે પર્યાવરણ બચાવવું અતિ આવશ્યક થઈ પડયું છે ત્યારે સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન, રૂપવેલ અને આયુર્વેદ શાખા, નવસારી દ્વારા નિરાધાર બા-બાપુજી સેવાશ્રમ, અનાવલ-પાંચકાકડા ખાતે ઔષધીય વનસ્પતિનું વૃક્ષારોપણ હાથ ધરી અનોખી પહેલ શરુ કરી હતી .

Decision Newsને મળેલી માહિતી મુજબ નિરાધાર સેવાશ્રમ ખાતે વિવિધ પ્રકારના ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષો જેવા કે બહેડા, આમળાં, હરડે, બીલી, અરડૂસી, સતાવરી જેવા વીસ પ્રકારના એક સો પચ્ચીસ જેટલાં રોપા નિરાધાર સેવાશ્રમ ખાતે રહેતા વડીલો તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી વૈદ નયનાબેન પટેલ દ્વારા વિવિધ ઔષધીય વનસ્પતિના વાવેતર અંગે જરુરી સમજ વનસ્પતિના ઔષધીય ગુણો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જુઓ આ વીડિઓ માં…

પર્યાવરણ સંવર્ધનના પહેલમાં સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન, રૂપવેલના સુપરવાઇઝર કનકસિંહ સુતરીયા દ્વારા ઔષધીય વનસ્પતિની વ્યવસ્થા કરી હતી આ પ્રસંગે મહેશભાઈ પટેલ, ભગવતીબેન પટેલ, સેવાશ્રમના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ, નિવૃત્ત મામલતદાર સી.ટી. રાણા, પી.એલ. પટેલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ચાપલધરા સરકારી આયુર્વેદ દવાખાનુંના મેડીકલ ઓફિસર વૈદ પ્રકાશ ચૌહાણે કર્યું.