ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના બી.એલ. પટેલ સર્વવિદ્યામંદિર રાનકુવામાં ધોરણ 10 કુલ 387 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું જેમાં નિખિલ શૈલેષ પટેલ નામના તેજસ્વી વિદ્યાર્થીએ A1 ગ્રેડમાં 92.83% ટકા પ્રાપ્ત કરી પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલમાં જ ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા માસ પ્રમોશન ગુણાંકન મુજબ જાહેર થયેલ પરિણામ અંતર્ગત બી.એલ.પટેલ સર્વવિદ્યામંદિર રાનકુવામાં 387 વિદ્યાર્થીઓ પૈકી A2 ગ્રેડમાં 9, B1ગ્રેડમાં 48, B2 ગ્રેડમાં 72, C1 ગ્રેડમાં 89 અને C2 ગ્રેડમાં 69વિદ્યાર્થીઓ આવ્યા છે. D ગ્રેડમાં 99 વિદ્યાર્થીઓ આવ્યા chem શાળામાં 70 થી100 ટકાની વચ્ચે 130 વિદ્યાર્થીઓનો સમાવેશ શાળાનાં ગુણવત્તાલક્ષી શિક્ષણની કામગીરીને ઉજાગર થઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ સરકારશ્રી દ્વારા આયોજીત ગાઈડ લાઈન મુજબ પરીક્ષાના સફળ આયોજનને પરિણામે બાળકો પરિણામ જાળવી શક્યા છે. બોર્ડ દ્વારા જાહેર થયાના માત્ર 3 કલાકમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને શાળા દ્વારા સોશિયલ મીડિયાથી પરિણામ પોહોચતું કરી દેવામાં આવ્યું છે જેની પ્રશંસા વાલીઓ દ્વારા થઈ છે.

ધોરણ – 10 ના A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી નિખિલ પટેલ પરિણામ અંગે આનંદ વ્યક્ત કરતા Decision News જણાવે છે કે ગુજરાત સરકાર અને બોર્ડના દીર્ઘ દ્રષ્ટિથી મને મારા મહેનત મુજબનું પરિણામ પ્રાપ્ત થયું છે. શાળાનાં આચાર્ય સંજયસિંહ પરમાર જણાવે છે કે પરિણામના વિહંગાવલોકન અને શિક્ષકો દ્વારા પ્રાપ્ત થયેલ સમીક્ષામાં બોર્ડની ગુણાંકન પદ્ધતિ થકી બાળકોની મહેનત ઉજાગર થઈ છે માસ પ્રમોશન અને બોર્ડની પરીક્ષામાં પ્રાપ્ત થનારા ગુણમાં કોઈ મોટો તફાવત દેખાતો ન હોવાનો તારણ પ્રાપ્ત થાય છે.