સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામમાં આજરોજ એક્શન યુવા ગૃપના ગ્રામીણ લોકોમાં જાગૃતતા આણી હાલમાં ચાલી રહેલી કોવિડ મહામારીને અટકાવવા વેક્સિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં ગામના લોકો જોડાયા હતા.

Decision Newsને મળેલી માહિતી અનુસાર આજે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આંતરિયાળ ગામ ગુુલીઉમર ગામે એક્શન યુવા ગ્રુપના દ્વારા લોકોમાં કોવિડ પ્રત્યે ગામડાઓમાં પ્રવર્તતી ગેરસમજને દુર કરી ગામમાં વેક્સિનના કાર્યક્રમનું આયોજન કર્યું આ ઉપરાંત ગૃપના યુવાઓ દ્રારા ગામમાં પ્રવેશ થતાં રસ્તાની આજુબાજુ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું જેમાં ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગામના ૧૪૫ જેટલા લોકોએ આ વેક્સીનેશન કાર્યક્રમમાં વેક્સીન લીધી હતી

આ પ્રસંગે ગામના વડીલ રાજુભાઇ વસાવા ગામના યુવાઓમાં વિજય વસાવા,વિનુભાઇ વસાવા અને બલિરામ વસાવા વિલાશભાઇ સવંતભાઇ વસાવા હાજર રહ્યા હતા અને આ પ્રસંગને સફળતાપૂર્વક પાર પાડવા માટે એક્શન ગ્રુપને તાલુકા આરોગ્ય કેન્દ્ર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી જયારે એક્શન ગ્રુપએ કાર્યક્રમમાં સહકાર આપવા બદલ આરોગ્ય કેન્દ્ર ઉમરપાડાના ડો. યુ.બી. વાઘને ડો. કમલેશ તંબોલી આભાર માને છે.