ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખટાણા ગામના ૧૦ જેટલા લાભાર્થોઓને એચ. આર. ટી.-3 યોજના અંતગર્ત અનુસૂચિત જન જાતિ ખેડૂતો માટે વિના મુલ્યે શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઇનપુટ કિટ્સ આપવામાં આવ્યા છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આજરોજ ધરમપુર તાલુકાના ખટાણા ગામના ૧૦ જેટલા ખેડૂત લાભાર્થોઓને એચ. આર. ટી. -3 યોજના અંતગર્ત અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે વિના મુલ્યે શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઇનપુટ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ રિટાયર્ડ બાગાયત અધિકારી સાહેબશ્રી સુમનભાઈ (વિશાલ એગ્રો ખાનપુર )ખટાણા ગામના આગેવાન શ્રી વિમલભાઈ આર પટેલના હસ્તે થયું હતું.

આ પ્રસંગે રિટાયર્ડ બાગાયત અધિકારી સાહેબશ્રી સુમનભાઈ વિશાલ એગ્રો ખાનપુર, ખટાણા ગામના આગેવાન શ્રી વિમલભાઈ આર પટેલ અને ખેડૂત લાભાર્થીઓ ઉંપસ્થિત રહ્યા હતા કોરોનાના અને મોઘવારીના કપરા કાળમાં આ હાઈબ્રીડ બિયારણના કિટ્સ ખેડૂતોમાં ખુશીનો સંચાર કરશે.