મહુવા: સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં ગતરોજ પડેલા ચાર ઈંચ વરસાદના કારણે વાંસકુઈ-કઢૈયાના રસ્તામાં હાલમાં જ નવનિર્મિત પુલની બાજુમાં પુરાણ ધોવાઈ ગયાના લીધે પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યાની ઘટના પ્રકાસમાં આવતા જ સ્થાનિક લોકોમાં આક્રોશ દેખાય રહ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ મહુવા તાલુકાના વાંસકુઈ-કઢૈયાના માર્ગ પર વાંસકુઈ સ્મશાનભૂમિ નજીક આવેલો લો લેવલ કોઝવે અગાઉના વર્ષોમાં ચોમાસા દરમિયાન પાણીમાં ડૂબી જતાં આ વિસ્તારની જનતાએ ભારે મુશ્કેલી ઉઠાવી હતી જેના કારણે અનેક ફરિયાદો પછી વહીવટીતંત્ર દ્વારા નવા પુલના નિર્માણ કરવામાં આવ્યું હતું પણ વહીવટીતંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી પુલની કામગીરીમાં વેઠ ઉતારી દઈ પુલને પૂર્ણ જાહેર કરી દીધો હતો પણ ચોમાસાંના શરૂવાતી વરસાદમાં જ પુલની પ્રોટેક્શન વોલની જગ્યાએ કરેલા પુરાણ ધોવાઈ જતાં વાહનચાલકો અને પુલના અસ્તિત્વ સામે ખતરો ઉભો થઇ ગયો છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે પુલના બાંધકામમાં કોન્ટ્રાક્ટરની કામગીરીના વેઠ  ઉતારવાના કારણે આ સ્થિતિ નિર્માણ પામી છે માટે આ સંપૂર્ણ કામગીરી વિષે ઉચ્ચસ્તરીય તપાસ કરી જવાબદારો દોષીઓ સામે આંકરા પગલાં લેવામાં આવવા જોઈએ