કપરાડા: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢાં ચાર રસ્તા પર કન્ટેનરના ચાલકએ વાપી તરફ અચાનક વળાંક લેતા કન્ટેનરમાં રાખવામાં આવેલુ લગભગ 2 થી 3 ટનનું મહાકાય ગાર્ડર નીચે પડી ગયું હતું જેના કારણે આસપાસમાં અફરાતફરી ફેલાય ગઈ હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ સવારે ૧૦: ૦૦ વાગ્યાની આસપાસ કપરાડા તાલુકાના નાનાપોઢાં ચાર રસ્તા પર કન્ટેનરના ચાલકએ વાપી તરફ અચાનક વળાંક લેતા કન્ટેનરમાં રાખવામાં આવેલુ લગભગ 2 થી 3 ટનનું મહાકાય ગાર્ડર નીચે પડી ગયું હતું જેના કારણે આજુબાજુ ભયનું વાતાવરણ ઉભું થઇ ગયું હતું પણ રાહતની વાત એ બની કે આસપાસમાં કોઈ જાનહાની કે કોઈપણ પ્રકારના સાધન-સામગ્રીને નુકશાન થયું નથી.જુઓ આ વીડિઓ માં…

ઘટના સ્થળ પર હાજર રિપોર્ટર બિપીન રાઉતની તાજા જાણકારી અનુસાર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર આવી ભેગા થયેલા લોકોના ટોળાને દુર કરી વાસ્તવિકતાની ચકાસણી કરી હતી. હાલમાં કન્ટેનરના ગાર્ડરને ક્રેન મંગાવી પાછા ભરી દેવામાં આવ્યું છે