ડાંગ: ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવકોના શંકાસ્પદ આપઘાતના મુદ્દે આદિવાસી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ મામલાની યોગ્ય તપાસ થાય અને દોષિતોને સજા થાય એવી લોક માંગણીઓ ઉઠી રહી છે ત્યારે ડાંગના શાસકપક્ષના નેતાઓ શું કરી રહ્યા છે તેમ લોકો પૂછી રહ્યા છે.

Decision News દ્વારા ગતરોજ ચીખલી પોલીસ સ્ટેશનના બનેલા આદિવાસી યુવકોના શંકાસ્પદ આપઘાતના  બનાવ અંગે આદિવાસી યુવા લીડરોની લેવામાં આવેલી મુલાકાતમાં તેમણે સ્થાનિક શાસકપક્ષ સામે સવાલ ઉભા કર્યા હતા કે શું થોડા દિવસો અગાઉ એટલે કે ૧૪/૦૭/૨૦૨૧ણા રોજ સામના દૈનિકમાં છપાયેલા અહેવાલ પ્રમાણે રાજસ્થાનના અનુસુચિત જાતિના યુવકની હત્યા કરાયાના વિરુદ્ધમાં આવેદનપત્ર આપનારા ડાંગ જિલ્લા ભાજપ અનુસુચિત જાતી મોરચાના હોદ્દેદારોએ ડાંગ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું તો શું આ ડાંગના આ બે આદિવાસી યુવકોને અને એના પરિવારને ન્યાય મળે એ માટે આવેદનપત્ર આપશે ખરા ?

આદિવાસી યુવા લીડરો પૂછી રહ્યા છે કે ડાંગ જિલ્લાના પોતાના બે દીકરાઓ ખોઈને બેઠેલા પરિવારોને શું ન્યાય મળશે ? શું શાસકપક્ષના નેતાઓ ગરીબ આદિવાસી લોકોને ન્યાય અપાવવા માટે આગળ આવશે ? આ સવાલના જવાબ તો આવનારો સમય જ બતાવશે કે આપશે.