પારડી: વ્યક્તિ ક્યારેક ભૂલ તો ક્યારેક ઈચ્છા મૃત્યુનું કારણ બને છે આવો જ એક કિસ્સો વલસાડ જિલ્લાના પારડીના પરિયા ગામમાં યુવાનને થયેલી માછલી ખાવાની ઈચ્છા તેના મોતનું કારણ બનવા પામી આ આકસ્મિક મૃત્યુથી પરીવારમાં શોકની લાગણી જોવા મળી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ પારડી તાલુકાના પરિયા ગામના દેસાઈવાડમાં રાજીવ ઉર્ફે પપ્પુ ભાઇ પ્રેમ લગ્ન બાદ ભાડે મકાન રાખી રહેતો હતો. તેમની પત્નીના નયનાબેનના જણાવ્યા અનુસાર રાજીવ રૂમ નજીક ધીરૂભાઈ દેસાઇની વાડીના પાછળથી પસાર થતી ખનકીમાં માછલી પકડવા જાઉં છું કહી નીકળ્યો હતો. જે બાદ તે મોડી રાત સુધી પરત ન આવતા તેની પત્ની ચિંતા થઇ અને આ અંગેની જાણ તેણે ભાઈને કરી. ત્યારે ગતરોજ બુધવારે તેનો ભાઈ પરિયા ગામે આવ્યો અને તેણે ખનકી પાસે તપાસ કરતાં ખનકી ઝાડી વચ્ચે ફસાયેલી રાજેશનો મૃતદેહ મળ્યો હતો.

આ ઘટનાની જાણ સરપંચને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ પર આવી પોહચી હતી ત્યાર બાદ લાશનો કબજો લઇ પીએમ માટે રેફરલ હોસ્પિટલમાં મૂકી આકસ્મિક મોતનો ગુની નોંધી આગળની તપાસ શરુ કરવામાં આવી છે.