નાનાપોઢા: વલસાડ જિલ્લાના ધરમપુર-વાપી માર્ગ પર વડખભા પાર નદીના નવા પુલની બને તરફ ખાડાઓની હારમાળા થતા આ માર્ગનો ઉપયોગ કરતા હજારો વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોઅવા છતાં હજુ સુધી કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરી નથી.

Decision News ને મળેલી જાણકારી અનુસાર ધરમપુર-વાપી માર્ગ પર વડખભા પાર નદીના નવા પુલની બને તરફ ખાડાઓની હારમાળા સર્જાયા છતાં પણ હાઇવે ઓથોરિટી કે પછી કપરાડા તાલુકાના વહીવટીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં ભરવા હજુ સુધી નથી આવ્યા. શું કોઈ અકસ્માતની ઘટના બને અને કોઈનો જીવ જાય કે કે ઘાયલ થાયતેની રાહ જોવામાં આવી રહી છે ? વગેરે પ્રશ્નોએ ચર્ચાનું વાતાવરણ ઉભું થયું છે. જુઓ રોડની વાસ્તવિકતા…

રાહદારી અને સ્થાનિક લોકોએ Decision Newsને જણાવ્યું કે અહીના સ્થાનિક લોક પ્રતિનિધિઓ પણ સમસ્યા નિવારવામાં નિષ્ફળ નીવડયા છે. હાલમાં ખાડાઓમાં પાણી ભરાતા વાહનો તેમાં ખાબકતા ટાયરો ફાટવાના કે કમાનો તૂટવાના કિસ્સાઓ બનતા લઈ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા રહ્યા છે તેમાં મોપેડ બાઈક ચાલકોની હાલતની તો વાત જ શું કરવી. લોકોનું કહેવું હતું કે એવું લાગી રહ્યું છે કે કપરાડા તાલુકાના લોકોની અને વાહન ચાલકોની કમનસીબી છે કે અહીં કોઈ જાંબાઝ અને પ્રજાની મુશ્કેલી દૂર કરી શકે અને ખાડાઓમાં વૃક્ષારોપણની ચીમકી આપી શકે તેવો કોઈ નેતા નથી. આ વહીવટીતંત્રથી હાલમાં સ્થાનિક લોકો ખુબ પરેશાન થઇ ગયા છે.