ચીખલી:ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે’ આવું જ કઈંક ઘટના વઘઈ પાસે બનેલા ટાવેરા અને બાઈક અકસ્માતના કિસ્સામાં બહાર આવી છે એક યુવાનનો પોતાના જન્મદિવસ જ ગઈ ગતરોજ કાળ દિવસમાં પરિવર્તિત થઇ જતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ ચીખલી તાલુકાના ચિતાલી ગામના હવેલી ફળિયામાં રહેતા ૨૬ વર્ષીય કુંજલ હેમંતભાઇ પટેલ પોતાનો જન્મદિવસની ઉજવણી કરવા માટે પત્ની સોનાલી સાથે GJ-21-BN-2576 નંબરનું બાઈક લઈને સાપુતારા જવા નીકળ્યા હતા ત્યારે બપોરના સમયે વઘઇના બોટાનિકલ ગાર્ડન પાસે રોંગ સાઇડે પુરપાટ ઝડપે આવેલી MH-39-J-7650 નંબરની ટવેરાના ચાલકે રોંગ સાઈડે આવી કુંજલભાઈની બાઈકને અડફેટે લેતા તેમને માથામાં ગંભીર ઈજા પોહ્ચતા ઘટના સ્થળ પર જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તથા ઘાયલ પત્નીને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અકસ્માતની ઘટના માનવતાને લજવે એવો હતો કારણ કે ટવેરા ચાલક અકસ્માત સર્જી ઘાયલોને કણસતા મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયાની સામે આવ્યું છે. આ ઘટનામાં ટાવેરા વિરુદ્ધ ગુણો નોંધી પોલીસ દ્વારા તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.