ચીખલી: મધ્યપ્રદેશના રાજ્યપાલનો પદભાર સંભાળ્યા બાદ મંગુભાઈ પટેલ આજરોજ પ્રથમવાર વતન પરત ફર્યાની ખુશીમાં નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાજ્યપાલ મંગુભાઈ પટેલનું આજે ચીખલીના સુરખાઈ ગામે ધોડિયા સમાજની વાડીમાં અભિવાદન સમારોહ યોજ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ આદિવાસી કુકણા સમાજમાંથી આવતા મંગુભાઈ આદિવાસી સમાજના મોર પંખ સમાન બન્યા હોવાના ભાવ સાથે વિવિધ આદિવાસી સંગઠનો અને આગેવાનો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતુ. સમાજના લોકોનું કહેવું છે તેઓ આપણા સમાજનું ગર્વ વધાર્યું છે અને સમાજને હંમેશા વિકાસની દિશામાં આગળ વધવાનું પ્રોત્સાહન પૂરું પડયુ છે

આ અભિવાદન પ્રસંગે મંગુભાઇ પટેલે તેમની કામગીરીને ધ્યાને લઇને મધ્યપ્રદેશના રાજ્યપાલની મહત્વની જવાબદારી પક્ષે સોંપી હોવાનું તેમણે જણાવ્યું હતુ. જ્યારે મધ્યપ્રદેશમાં પણ આદિવાસીના આવાસમાં જઈ તેની સાથે બેસી, તેના બાળકોને પણ આનંદની અનુભૂતિ થાય અને એમાંથી તેમને મળેલા આનંદની વાત કરી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચે એ માટે ઉપસ્થિતોને પ્રયાસ કરવા અપીલ કરી હતી.