ડાંગ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનમાં થયેલી શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથ મામલે ન્યાયિક તપાસ થાય અને દોષિતોને સજા અને યુવાનોના પરીવાર ન્યાય મળે એવા ઉદ્દેશ સાથે ગતરોજ ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેને પગલે આદિવાસી લોકોએ મૃતકને ન્યાય મળે તે માટે સંપૂર્ણ બંધ પાળી ન્યાયની માગ કરી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ ચીખલી પોલીસે શંકાના આધારે ડાંગના વઘઈ તાલુકામાં રહેતા સુનિલ પવાર  દોડીપાડા અને રવિ જાદવને અટકાયત કરી ચીખલી પોલીસ સ્ટેશનમાં આવેલા કોમ્પ્યુટર રૂપમાં રાખ્યા હતા ત્યારે તેમણે ત્યાં આપઘાત કર્યાનું પોલીસ દ્વારા જણાવ્યું હતું પણ આ આપઘાત શંકાસ્પદ લાગતા આ મામલાની ન્યાયિક તપાસ થાય અને યુવાનોના પરિવારને ન્યાય મળે એવા હેતુસર સોમવારે ડાંગ જિલ્લામાં તમામ વેપારી, હોટેલ સંચાલકો, સ્થાનિક કાર્યકરો, વિવિધ પાર્ટીના હોદ્દેદારો-કાર્યકરોએ સ્વયંભૂ બંધ પાળ્યું હતું. જેને પગલે ગીરાધોધ, બોટનિકલ ગાર્ડન, ગીરમાળ ધોધ સહિતના પયર્ટન સ્થળો પર રોપ-વે, બોટિંગ સહિતની પ્રવૃત્તિ બંધ રહ્યું હતું.

ડાંગ બંધના મામલામાં BTTS ગુજરાત પ્રદેશના મંત્રી પંકજ પટેલDecision News સાથે વાત કરતાં જણાવ્યું કે પોલીસના અત્યાચારના ભોગ બનેલા યુવકોને ન્યાય મળે એ અર્થે સમગ્ર ડાંગ જિલ્લાનાં લોકોએ બંધને સમર્થન આપ્યું છે. અમે તથા આદિવાસી પરિવાર મૃતક બાળકોના પરિવાર જોડે જ છીએ. જો આવનારા સમયમાં મૃતક પરિવારને ન્યાય નહીં મળે તો તેઓ આવનાર સમયમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. અમે કોઈપણ ભોગે આપણા આદિવાસી પરિવારોને અન્યાય ન થવા દઈશું.